Saturday, February 13, 2010

Gujarati Jokes

ગ્રાહક એકવાર હાડઁવેરની દુકાનામાં જઇને કહે મધ મળસે દુકાનદાર કહે અહીંયા ન મળે બીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે દુકાનદાર જરા ગુસ્સે થઇને કહે ભાઇ અહીના મળે ત્રીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે દુકાનદાર હવે આવીસ તો ગોળીએ દઇસ ચોથા દિવસે એજ ગ્રાહક પાછા આવીને પુછ્યુ બંદુક મળસે દુકાનદાર કહે ના તો ગ્રાહક કહે મધ આપોને....... હા,હા હા

મગનકાકા એક દિવસ રેલ્વે મા ટિકિટ લઈને મુસાફરી માટે નીક્ળ્યા.રાતે ૮ વાગ્યા પછી ટિકિટ ચેકર આવ્યો અને મગનકાકા પાસે ટિકિટ માંગી પરંતુ મગનકાકાએ ટિકિટ ચેકર ને ટિકિટ ના આપી; ચેકરે કહયુ કે ટિકટ વગર મુસાફરી કરૉ છો તો જેલમા જવુ પડશે પરંતુ મગનકાકા કશુ જ બોલ્યા નહી ચેકર મગનકાકા ને જેલ મા લઈ ગયો અને મગનકાકા ને જેલ માં પુરી દીધા.સવારે મગનકાકા બુમ પાડવા લાગ્યા કે મારો ક્યો ગુનો છે ? તે મને જેલ માં પુરવામા આવ્યો છે ; જેલ ના સિપાઈ એ કહયુ કે તમે વગર ટિકિટ એ મુસાફરી કરતા હતા એટલે તમો ને જેલ માં પુરવામાં આવ્યા છે.મગન કાકા એ કહયુ કે મારા પાસે ટિકિટ છે; તરત સિપાઈ એ ટિકિટ ચેકર ને બોલાવી લીધા અને મગન કાકા ને જેલ માથી બહાર કાઢવામા આવ્યા પછીથી ટિકિટ ચેકરે એ મગન કાકા ને પુછયુ કે રાતે ટિકિટ કેમ ના બતાવી તો મગન કાકા એ કહયુ કે રાતે મારી પાસે પૈસાનુ જોખમ હતુ એટલે મારી ટિકિટ ના બતાવી હા હા હા હા હા હા...........


મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મહેતાજી : સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે !


શિક્ષક (કનુને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’
કનુ : ‘બંનેમાં માથાથી પગ સુધીનો તફાવત છે.’
શિક્ષક : ‘કઈ રીતે ?’
કનુ : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’


મગન - અરે યાર આ મચ્છર કાન પાસે ગણગણ કેમ કરતા રહે છે ?
છગન - તને એટલુ સમજાતુ નથી કે દુશ્મને સાથે લડતા પહેલા તેને સાવચેત કરવો જોઈએ.


મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો.
ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ - ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?


ગ્રાહક (દુકાનદારને) - તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર - પણ આ પહેલા મે તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક - મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.


નરેશ : રમેશ બતાવ તો કાંગારુનું બચ્ચુ ખોવાઇ જાય તો તે શું બોલે?
રમેશ : મને ખબર નથી, તું જ કહે.
નરેશ : એ બૂમો પાડશે કે અલ્યા મારું પોકેટ કોણ મારી ગયુ?


લેડી ડૉક્ટર (મહેશને) તમે રોજ સવારે ઉભા રહીને સ્ત્રીઓને કેમ તાકતા રહો છો
રમેશ (ડૉક્ટરને) ડૉક્ટર સાહેબ, તમે જ તો બોર્ડ પર લખી રાખ્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય સવારે 9 થી 11.


શિક્ષક (વિદ્યાર્થીને)- પ્રેમ અને ઈશ્ક માં શુ અંતર છે ?
વિદ્યાર્થી (શિક્ષકને)- પ્રેમ એ જે તમે તમારી પુત્રીને કરો છો, અને ઇશ્ક એ જે હુ તમારી પુત્રીને કરુ છુ.






Forwarded by : Ar. Hemal Bhatt

No comments: